Skip to main content

Posts

Showing posts from April, 2024

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

   Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Navsari :Election 2024 awareness programs were held under the guidance of Navsari District Election Officer.

Navsari :Election 2024 awareness programs were held under the guidance of Navsari District Election Officer. આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ નવસારી જિલ્લા ચૂંટણી તંત્રની ટીમ માર્કેટ અને જાહેર સ્થળોએ જઈને પોસ્ટરો લગાવીને મતદાન કરવા માટે મતદારોને જાગૃત કરી રહી છે. ભૂલાય નહિ તા.07 મે ના રોજ અવશ્ય મતદાન કરજો. #Election2024 #NoVoterToBeLeftBehind #ElectionAwareness @CEOGujarat @ECISVEEP pic.twitter.com/Ru5B8TDvsZ — Collector & DM Navsari (@CollectorNav) April 28, 2024 આગામી લો.સા.ચૂં. અંતર્ગત જિલ્લામાં આજરોજ Know Your Polling Station અભિયાનમાં મતદારોને BLOશ્રી દ્વારા મતદારયાદીમાં નામ,ક્રમ, મતદાન માટે વૈકલ્પિક પુરાવા અને મતદાન મથકની જાણકારી વિ..જેવી માહિતી આપવામાં આવી. #LokSabhaElection2024 #KnowYourPollingStation #KYPS @ECISVEEP @CEOGujarat pic.twitter.com/VZyk2HffGx — Collector & DM Navsari (@CollectorNav) April 28, 2024 આજે તા. ૨૮/૦૪/૨૦૨૪ના દિને ૧૭૬-ગણદેવી(અ.જ.જા.) વિ.સ.મ.વિ. ની તમામ શાળાઓમાં KYPS (Know Your Polling Station) - "તમારા મતદાન મથકને જાણો&quo

Navsari(chikhli) News :૮૫ + અને દિવ્યાંગ મતદારોનુંં મતદાન મે.કલેેેેકટર સાહેબ,નવસારી અને ચૂંટણી અધિકારી ૨૫-નવસારી લોકસભાના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવ્યું.

Navsari(chikhli) News :૮૫ + અને દિવ્યાંગ મતદારોનુંં મતદાન મે.કલેેેેકટર સાહેબ,નવસારી અને ચૂંટણી અધિકારી ૨૫-નવસારી લોકસભાના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવ્યું. આજ રોજ ૨૫-નવસારી લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૭૬- ગણદેવી (અ.જ.જા.) વિધાનસભામાં ૫ ટીમ બનાવીને ૮૫ + અને દિવ્યાંગ મતદારોનુંં મતદાન મે.કલેેેેકટર સાહેબ,નવસારી અને ચૂંટણી અધિકારી ૨૫-નવસારી લોકસભાના માર્ગ દર્શન હેઠળ કરાવવામાં આવ્યું. pic.twitter.com/B64T38d7rt — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 27, 2024

Navsari News :બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા.

Navsari News :બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. pic.twitter.com/muEcI02gsA — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024

Navsari News :નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ સાહેબ દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ.

Navsari News :નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ સાહેબ દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નવસારી દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/FCpVTiJ3Ra — Collector & DM Navsari (@CollectorNav) April 25, 2024

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.   આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી - 2024માં નવસારી જિલ્લાના મતદારોને મતદાન કરવા ખાસ અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/qiQVexsrS8 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

Gandevi news : બીલીમોરા વાઘરેચ બુનિયાદી શાળાના શિક્ષિકા કીર્તિ પટેલને ‘ઈન્સ્પાયરીંગ વુમન એવોર્ડ' એનાયત કરાયો.

         Gandevi news : બીલીમોરા વાઘરેચ બુનિયાદી શાળાના શિક્ષિકા કીર્તિ પટેલને ‘ઈન્સ્પાયરીંગ વુમન એવોર્ડ' એનાયત કરાયો.

Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી.

                                        Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે તાજેતરમાં નવસારી જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી ખાતે મતદાન જાગૃતિ અંગે રંગોળી દોરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી સહિત શિક્ષણાધિકારીની કચેરીએ વિવિધ કામ માટે આવતા નાગરિકોને રંગોળી દ્વારા મતદાન કરવા અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો. Credit :  વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી

ગુજરાતનું ભૂપૃષ્ઠ|Geography of Gujarat

            ગુજરાતનું ભૂપૃષ્ઠ| Geography of Gujarat પ્રાચીન સમયમાં ગુજરાતના વિવિધ ભાગો નીચેનાં નામે ઓળખાતા : (1) ‘આનર્ત‘ : તળગુજરાતનો ઉત્તરનો ભાગ (2) ‘લાટ‘ : હાલના ગુજરાતનો મધ્ય અને દક્ષિણનો ભાગ (3) ‘સુરાષ્ટ્ર‘ : હાલના સૌરાષ્ટ્રનો દ્વિપકલ્પીય ભાગ ભૂપૃષ્ઠ : ભૂપૃષ્ઠની ર્દષ્ટિએ ગુજરાતના ચાર વિભાગો છે : (1) ગુજરાતનો દરિયાકિનારો તથા રણવિસ્તાર (2) ગુજરાતનાં મેદાનો (3) સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ અને (4) ગુજરાતના ડુંગરાળ પ્રદેશો. (1) ગુજરાતનો દરિયાકિનારો તથા રણવિસ્તાર : દરિયાકિનારો : ભારતના કુલ દરિયા-કિનારાનો આશરે ત્રીજો ભાગ ગુજરાત ધરાવે છે. દમણગંગા અને તાપી વચ્ચેનો દરિયાકિનારો કાદવકીચડનો બનેલો છે. ‘સુવાલીની ટેકરીઓ‘ને નામે ઓળખાતો તાપીનો ઉત્તર કિનારો રેતાળ ટેકરીઓનો બનેલો છે. તાપીથી ખંભાત સુધીનો કિનારો ખાંચાખૂંચીવાળો છે. ખંભાતના અખાતમાં અલિયાબેટ અને પીરમ બેટ છે. ભાવનગર નજીક સુલતાનપુર અને જેગરી બેટ છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે દીવ, સિયાલ અને સવાઈ બેટ છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે બેટ દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ છે. બેટ દ્વારકાથી કચ્છના નાના રણ સુધીનો કિનારો ખાંચાખૂંચીવાળો અને ક્ષારીય કાદવીકીચડવા

IIT રૂરકીના પ્રો. સુનિલ બાજપાઈ અને દેબાજીત દત્તાએ ગુજરાતના કચ્છમાં 47-મિલિયન વર્ષ જૂની સાપની પ્રજાતિ વાસુકી ઈન્ડીકસની શોધ કરી.

IIT રૂરકીના પ્રો. સુનિલ બાજપાઈ અને દેબાજીત દત્તાએ ગુજરાતના કચ્છમાં 47-મિલિયન વર્ષ જૂની સાપની પ્રજાતિ વાસુકી ઈન્ડીકસની શોધ કરી. IIT Roorkee's Prof. Sunil Bajpai & Debajit Datta discovered Vasuki Indicus, a 47-million-year-old snake species in Kutch, Gujarat. Estimated at 11-15 meters, this extinct snake sheds light on India's prehistoric biodiversity. Published in Scientific Reports. #SnakeDiscovery pic.twitter.com/ruLsfgPQCc — IIT Roorkee (@iitroorkee) April 18, 2024 વિગતવાર અહેવાલ જોવા અહીં ક્લિક કરો. 

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ.

    આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ.             આઝાદીના જંગનો આદિવાસી રંગ                  ભારતીય સ્વતંત્રતા આંદોલન વિશ્વના આઝાદીના ઈતિહાસોમાં અજોડ સ્થાન ધરાવે છે .આપણો આઝાદીનો જંગ ૧૮૫૭ થી શરુ થયો અને ૧૯૪૭મા સંપન્ન થયો .ભારતીય સ્વતંત્રતા આંદોલનની આ ૯૦ વર્ષની યાત્રા વિવિધરંગી રહી છે .સત્તાવનના સંગ્રામકારીઓ કરો ય મરોની ભાવનાથી અંગ્રેજો સામે ઝઝૂમ્યા હતા તો  થોભો અને રાહ જુઓની નીતિવાળો  મવાળવાદ ,વિચારોમાં ઉગ્રતા લાવવાના ખ્યાલવાળો જહાલવાદ અને યે શિર જાવે તો જાવે પર આઝાદી ઘર આવેની ગતિવિધિઓવાળી  ક્રાંતિકારી વિચારધારા પણ ભારતીય આઝાદીપ્રાપ્તિના મહત્વપૂર્ણ મુકામો રહ્યા છે .               ભારતીય સ્વતંત્રતા સંગ્રામ એ ભારતીય જનતાની સહિયારી અસ્ક્યામત છે .તેમાં કોઈ એક વર્ગ વિશેષ કે માત્ર નગરો - શહેરો પોતાનો હક દાવો કરી શકે તેમ નથી .શહેરો થી લઇ ગામડાઓ અને ભદ્ર વર્ગોથી લઇ દલિત - પીડિતોએ રાષ્ટ્રની આઝાદી કાજે પોતાની યથાશક્તિ આહુતિ આપી હતી એમાંનો એક મહત્વનો વર્ગ ભારતનો આદિવાસી સમાજ હતો .ભારતીય સ્વતત્રતા સંગ્રામ દેખીતી રીતે ભલે ૧૮૫૭મા શરુ થયો હોય પણ આદિવાસીઓન

દિવ્યાંગજન માટે અને તેમના જ દ્વારા અવશ્ય મતદાન કરવાની ઓડિયો વિઝ્યુઅલ અપીલ.

   દિવ્યાંગજન માટે અને તેમના જ દ્વારા અવશ્ય મતદાન કરવાની ઓડિયો વિઝ્યુઅલ અપીલ. દિવ્યાંગજન માટે અને તેમના જ દ્વારા અવશ્ય મતદાન કરવાની ઓડિયો વિઝ્યુઅલ અપીલ  #pwdvoters   #sakshamapp   #accessibleelections   #IVoteforSure   #MeraVoteDeshkeliye   #ChunavKaParv   #DeshKaGarv   #Election2024   #EveryVoteCounts   #DemocracyMatters   #VotingRights   #VoiceYourChoice   pic.twitter.com/Stc82Zr5qM — Chief Electoral Officer, Gujarat (@CEOGujarat)  April 14, 2024

Vansda news:લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ વાંસદા તાલુકાના ખડકાળા ચોકડીથી હનુમાન બારી ચોકડી સુધીના રોડ પર મતદારોની જાગૃતિ માટે તેમજ મતદાનની અપીલ માટે રોડ પર પેઇન્ટિંગ કરવામાં આવ્યું.

                       Vansda news:લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ વાંસદા તાલુકાના ખડકાળા ચોકડીથી હનુમાન બારી ચોકડી સુધીના રોડ પર મતદારોની જાગૃતિ માટે તેમજ મતદાનની અપીલ માટે રોડ પર પેઇન્ટિંગ કરવામાં આવ્યું.   આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ વાંસદા તાલુકાના ખડકાળા ચોકડીથી હનુમાન બારી ચોકડી સુધીના રોડ પર મતદારોની જાગૃતિ માટે તેમજ મતદાનની અપીલ માટે રોડ પર પેઇન્ટિંગ કરવામાં આવ્યું.  #LokSabhaElection2024   #ElectionAwareness   #VotingRights   #IVote4Sure   @CEOGujarat   @ECISVEEP   pic.twitter.com/RDJoHqZddD — Collector & DM Navsari (@CollectorNav)  April 16, 2024

UPSC સિવિલ સર્વિસ પરીક્ષાના ટોપર્સની પહેલી પસંદ IAS અને IFS.

        UPSC સિવિલ સર્વિસ પરીક્ષાના ટોપર્સની પહેલી પસંદ IAS અને IFS. ,

Vansda news: વાંસદા અને ઉનાઇ ખાતે ના.પો.અધિક્ષકશ્રી મુખ્ય મથક, તથા સ્થાનિક પોલીસ સાથે ફૂટ પેટ્રોલિંગ તથા ડ્રોનની મદદથી Area Domination કરવામાં આવ્યું.

   Vansda news: વાંસદા અને ઉનાઇ ખાતે ના.પો.અધિક્ષકશ્રી મુખ્ય મથક, તથા સ્થાનિક પોલીસ સાથે ફૂટ પેટ્રોલિંગ તથા ડ્રોનની મદદથી Area Domination કરવામાં આવ્યું. નવસારી જીલ્લાના વાંસદા પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તાર તથા ઉનાઇ ટાઉન વસ્તારમાં રામનવમી તહેવાર નિમિત્તે નીકળનાર શોભાયાત્રાના સમગ્ર રૂટ પર ના.પો.અધિક્ષકશ્રી મુખ્ય મથક, તથા સ્થાનિક પોલીસ સાથે ફૂટ પેટ્રોલિંગ તથા ડ્રોનની મદદથી Area Domination કરવામાં આવ્યું. નવસારી જીલ્લાના વાંસદા પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તાર તથા ઉનાઇ ટાઉન વસ્તારમાં રામનવમી તહેવાર નિમિત્તે નીકળનાર શોભાયાત્રાના સમગ્ર રૂટ પર ના.પો.અધિક્ષકશ્રી મુખ્ય મથક, તથા સ્થાનિક પોલીસ સાથે ફૂટ પેટ્રોલિંગ તથા ડ્રોનની મદદથી Area Domination કરવામાં આવેલ  @GujaratPolice   @ADGP_Surat   pic.twitter.com/AzI5cSP01N — SP NAVSARI (@SP_Navsari)  April 16, 2024

Khergam news : ખેરગામ ખાતે પોલીસ જવાનોની શ્રીરામનવમી તહેવાર સંદર્ભે ફ્લેગમાર્ચ યોજાઈ.

                 Khergam news : ખેરગામ ખાતે પોલીસ જવાનોની શ્રીરામનવમી તહેવાર સંદર્ભે  ફ્લેગમાર્ચ યોજાઈ. તારીખ : ૧૬-૦૪-૨૦૨૪નાં દિને નવસારી જીલ્લાના ખેરગામ પોલીસ વિસ્તારમાં શ્રીરામનવમી તહેવાર સંદર્ભે શોભાયાત્રા રૂટ પર ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું. નવસારી જીલ્લાના ખેરગામ પોલીસ વિસ્તારમાં શ્રીરામનવમી તહેવાર સંદર્ભે શોભાયાત્રા રૂટ પર ફ્લેગમાર્ચ કરવામાં આવેલ  @GujaratPolice   @ADGP_Surat   pic.twitter.com/T0ImXnwK6a — SP NAVSARI (@SP_Navsari)  April 16, 2024

વોટ્સએપ ગૃપના 570 સભ્યો 100-100 રૂપિયાનું અનુદાન આપી જરૂરિયાતમંદોને પહોંચાડે છે લાખોની મેડિકલ સહાય.

        વોટ્સએપ ગૃપના 570 સભ્યો 100-100 રૂપિયાનું અનુદાન આપી જરૂરિયાતમંદોને પહોંચાડે છે લાખોની મેડિકલ સહાય.  માહ્યાવંશી મેડિકલ સહાય ગૃપ મુંબઈથી અમદાવાદ સુધીના દર્દીઓને અત્યાર સુધીમાં 8.33 લાખની સહાય કરી ચૂક્યું છે વોટ્સએપ ગૃપના 570 સભ્યો 100-100 રૂપિયાનું અનુદાન આપી જરૂરિયાતમંદોને પહોંચાડે છે લાખોની મેડિકલ સહાય પરિવારમાં જયારે ગંભીર બીમારી આવી પડે ત્યારે ભલભલાની હાલત કફોડી થઈ જતી હોય છે. આવા પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થઈ શકાય એ માટે માહ્યાવંશી સમાજ દ્વારા સોશ્યલ મીડિયા વોટ્સએપનો સહારો લઈ એક ગૃપ બનાવી તેના થકી દર્દીના પરિવારને મદદ કરવાની અનોખી પહેલ કરાઇ છે. આર્થિક ભારણ વગર સહાય કર્યાનો સંતોષ થાય તે માટે ગૃપના સભ્ય દીઠ માત્ર 100 રૂપિયા રકમ નક્કી કરવામાં આવી છે. ટીપે ટીપે સરોવર ભરાય તે ઉક્તિને સાર્થક ઠેરવી આ નાનકડા પ્રયાસથી સમાજ દ્વારા અત્યાર સુધીમાં સમાજના 39 દર્દીઓને 8.33 લાખથી વધુની સહાય કરી ચુક્યું છે. માહ્યાવંશી મેડિકલ સહાયના નામથી ચાલતા આ ગૃપના સંચાલક ઉમરગામના પંકજ પુનેટકર જણાવે છે કે, 22-4-2022ના રોજ આ ગૃપ કાર્યરત કર્યું. હાલમાં અમારા આ ગપમાં 570 સભ્યો કાર્યરત છે. સહાય સીધી દર્દી

ડૉ. બાબા સાહેબ આંબેડકરનું ભારતીય લોકો માટે આપેલ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ યોગદાન.

             ડૉ. બાબા સાહેબ આંબેડકરનું ભારતીય લોકો માટે આપેલ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ યોગદાન. ડો. ભીમરાવ આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ, ૧૮૯૧ના રોજ મધ્યપ્રદેશના મહુમાં ત્યારે અછૂત ગણાતી મહાર જાતિમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના અંબાવાડેના વતની હોવાથી તેમની અટક આંબાવાડેકર હતી, પરંતુ એક શિક્ષકે શાળાના રજિસ્ટરમાં આંબેડકર કરીને પછી એ જ અટક રહી. તેમનો પરિવાર મુંબઈ વસ્યો એટલે ભીમરાવે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં લીધું અને ૧૯૦૭માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી હતી. ૧૯૧૩માં અમેરિકાની કોલમ્બિયા યુનિર્વિસટીમાંથી એમએ અને પીએચડી થયા. અમેરિકાથી પરત ફરીને તેઓ થોડાં વર્ષો ભારતમાં રહ્યા અને ફરીથી વધુ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગયા અને ૧૯૨૩માં બેરિસ્ટર બન્યા. ઈંગ્લેન્ડથી પાછા ફર્યા પછી તેઓ મુંબઈની લો કોલેજમાં પ્રોફેસર બન્યા. એ દરમિયાન જ તેમણે વર્ષોથી વંચિત રહેલા દલિતોના સન્માન અને અધિકાર માટે આજીવન કામ કર્યું.૧૯૪૭માં ભારતની વચગાળાની સરકારમાં ડો. આંબેડકર ભારતના પ્રથમ કાયદાપ્રધાન બન્યા. ત્યાર પછી ૨૯ ઓગસ્ટે ભારતના બંધારણ

કોણ છે ગોપી થોટાકુરા ? બનશે ભારતના પ્રથમ અંતરિક્ષ પ્રવાસી.

                 #NewShepard   #NS25  crew will include Mason Angel, Sylvain Chiron, Ed Dwight, Ken Hess, Carol Schaller, and Gopi Thotakura. Read more 🚀:  https://t.co/KbAJkbRTvj   pic.twitter.com/8QBFYPJkYj — Blue Origin (@blueorigin)  April 4, 2024 કોણ છે ગોપી થોટાકુરા ? બનશે ભારતના પ્રથમ અંતરિક્ષ પ્રવાસી. આંધ્રપદેશના મૂળ વતની એવા થોટાકુરા જેફ બેઝોસના ખાનગી અવકાશ પર્યટન કાર્યક્રમમાં પસંદ થયા છે. રાકેશ શર્મા પછી અવકાશમાં જનારા બીજા ભારતીય બનશે. ગોપી એક પાયલટ અને એવિએટર છે જેણે ડ્રાઇવિંગ કરતા પહેલા ઉડવાનું શીખી લીધું હતું. તેઓ પ્રિઝર્વ લાઇફ કોર્પના સહ-સ્થાપક છે, જે હાર્ટસફિલ્ડ-જેકસન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક સ્થિત સર્વગ્રાહી સુખાકારી અને એપ્લાઇડ હેલ્થ માટેનું વૈશ્વિક કેન્દ્ર છે. વ્યાપારી ધોરણે જેટ ઉડાવવા ઉપરાંત, ગોપી પાઇલોટ બુશ, એરોબેટિક અને સી પ્લેન તેમજ ગ્લાઈડર અને હોટ એર બલૂન ચલાવે છે અને આંતરરાષ્ટ્રીય મેડિકલ જેટ પાઈલટ તરીકે સેવા આપી છે. આજીવન પદયાત્રા કરનાર, તેનું સૌથી તાજેતરનું સાહસ તેને કિલીમંજારો પર્વતના શિખર પર લઈ ગયું. ગોપી એમ્બ્રી-રીડલ એરોનોટિકલ યુનિવર્સિટીમાંથી સ્ના

Vansda news : નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરાયા.

                                                આગામી લો.સા. ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે-મનપુર,તા.વાંસદામાં ઘૈરૈયા નૃત્ય અને સ્થાનિક ભાષામાં કઠપૂતળી નાટક દ્વારા મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા તેમજ મતદારોને મતદાન માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. #Election2024   #ElectionAwareness   #VotingRights   #IVote4Sure   #AVSAR2024   pic.twitter.com/zdu1DkjObO — Collector & DM Navsari (@CollectorNav)  April 13, 2024    Vansda news : નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરાયા. તાજેતરમાં નવસારી જિલ્લા તથા 26 વલસાડ (અ.જ.જા) લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ 177 વાંસદા (અ.જ.જા)ના વાંસદા તાલુકાના મનપુર ગામે વડલી ફળિયા ખાતે કઠપુતળી કાર્યક્રમ દ્વારા તથા વાંસદા તાલુકાના ગાંધી મેદાન સરદાર વલ્લભભાઈ પટેલના પૂતળા પાસેથી તાલુકા સેવા સદન કચેરી સુધીના રોડ પર ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ ઉપરાંત નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, વાંસદા સહિત ઉચ્ચ અધિકારી કર્મચારીઓની ઉપસ્થીત

Vansda news : વાંસદામાં કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર.

            Vansda news : વાંસદામાં કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર.  વાંસદામાં કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર  @InfoNavsariGoG   @CollectorNav   #Elections2024   #AIRPics  : અશોક પટેલ  pic.twitter.com/F6GHnja9ne — AIR News Gujarat (@airnews_abad)  April 12, 2024

Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ.

               Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ. આગામી લો.સા. ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આગામી લો.સા. ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. #Election2024   #ElectionAwareness   #VotingRights   pic.twitter.com/LWXu7X7msX — Collector & DM Navsari (@CollectorNav)  April 11, 2024

Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

                                      Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ:૧૨-૦૪-૨૦૨૪ નાં દિને ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં શાળાનાં બાળકો, શિક્ષકો અને ધોરણ -૮ નાં બાળકો સહિત ઉપસ્થિત રહ્યા હતાં. કેટલાક બાળકો ધોરણ ૧માં અને ધોરણ -૬ માં દાખલ  થઈ ધોરણ ૮ સુધી આ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ બાળકોની યાદો આ શાળા સાથે જોડાયેલા રહેશે.કાર્યક્રમ ના અંતે ધોરણ 7 ની બાળાઓ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું.       ત્યારબાદ ધોરણ 8 ની બાળાઓએ પોતાના સંસ્મરણો પોતાની મૌલિક શૈલીમાં રજૂ કરી સંપૂર્ણ વાતાવરણ ભાવુક બનાવ્યું જે શાળા પરિવારની એકબીજા સાથેની આત્મીયતા દર્શાવે છે. પ્રથમ ધોરણ -૮ નાં વર્ગ શિક્ષક શ્રીમતી પ્રિયંકા દેસાઈએ તમામ બાળકો ભવિષ્યમાં ભણીગણીને આગળ વધે તેવા પ્રોત્સાહક પ્રવચન કર્યું હતું. જ્યારે વૈશાલીબેન પટેલ ભાવુક થઈ ગળગળા અવાજે બાળકોના ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.  શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલે પણ બાળકોના ઉજ્જવળ કારકિર્દી માટે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત

Valsad news: ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત 50% કરતા ઓછા મતદાનવાળા મતદાન મથક વાપી -4 અને વાપી -6 પર લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

                            Valsad news: ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત 50% કરતા ઓછા મતદાનવાળા મતદાન મથક વાપી -4 અને વાપી -6 પર લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો.  ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત જ્યાં 50% કરતા ઓછું મતદાન થયેલ એવા મતદાન મથકો વાપી-4 અને વાપી-૬ માં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે મતદાન માટેની જાગૃતિ લાવવા માટે 8-4-24ના રોજ સુલપાડ મુખ્ય પ્રા શાળામાં લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

Navsari news: નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો.

                 Navsari news: નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો. તારીખ ૦૯-૦૪-૨ ૦૨૪નાં દિને નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. ધોરણ 8 ના બાળકોએ ધોરણ ૧ થી ૮ સુધીની તેમની શૈક્ષણિક સફર વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. ધોરણ ૧ થી પોતાની શૈક્ષણિક કારકિર્દીની શરુઆત કરનાર બાળકને શિક્ષકનો માતૃપ્રેમ મેળવી તેમણે ધોરણ ૮ સુધીની સફર દરમ્યાન કેટકેટલા સારા નરસા પ્રસંગોમાંથી તેઓ પસાર થયા છે. બાળપણની સ્મૃતિઓ કદી ભૂલી શકાતી નથી. પોતાના અનુભવો રજૂઆત કરતી વખતે વિદ્યાર્થીઓ ભાવવિભોર બની તેમની આંખના ખૂણામાંથી આંસુ ડોક્યું કરતાં હતાં.  શાળાનાં આચાર્યશ્રી ફુલચંદ ભગતાણી અને શાળાનાં શિક્ષક ઉપરાંત નવસારી જિલ્લા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલે શાળા બાળકોને ભવિષ્યમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ધોરણ -૮ નાં વર્ગશિક્ષક દ્વારા પણ બાળકોને પ્રોત્સાહક પ્રવચન રજૂ કર્યું હતું. તેમજ  સતત સફળતા મેળવે તેવા આશીર્વાદ અને આશી વચન આપ્યા ત્યાર બાદ બાળકો દ્વારા ફોટોસૂટ યોજી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.

ધરમપુર તાલુકાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા શિક્ષણની સાથે સાથે થઈ રહેલ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ.

                   ધરમપુર તાલુકાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા શિક્ષણની સાથે સાથે થઈ રહેલ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ.  ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી શાળા તા.ધરમપુર જી.વલસાડમાં ધોરણ 6 થી 8 માં શિક્ષણ કાર્ય શિક્ષકશ્રી ડૉ.વિરેન્દ્રભાઈ પટેલે તેમનાં જન્મદિવસે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપને રોકડ રકમ દ્વારા મદદ કરવામાં આવી. તેમના દ્વારા  ધરમપુર,ખેરગામ, અને ચીખલી તાલુકામાં નવ જેટલી લાયબ્રેરી શરૂ કરવામાં આવેલ છે..જેમાં સ્પર્ધાત્મક પુસ્તકો  ઉપલબ્ધ કરાવેલ છે અને તેમના દ્વારા 37  જેટલાં રકતદાન કેમ્પ કરવામાં આવેલ છે. ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા ગરીબ વિદ્યાર્થી મિત્રો માટે સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવનાર મીનેશભાઈ પટેલને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

Gandevi news : ગણદેવી અને ચીખલી તાલુકામાં ગુડી પડવાની પૂજા કરાઈ.

                                  Gandevi news : ગણદેવી અને ચીખલી તાલુકામાં ગુડી પડવાની પૂજા કરાઈ. ચીખલી ગણદેવી નગર બીલીમોરા સહિત તાલુકામાં વસતા મહારાષ્ટ્રીઅન સમાજે આજે ચૈત્ર માસના પ્રથમ દિવસે મંગળવારે ગૂડીપડવો, નવાવર્ષ ની ઉજવણી કરી હતી. ગુડીપડવાના દિવસે મહારાષ્ટ્રીયન પરિવારો ઘરના મુખ્ય દ્વાર સામે એક વાંસની લાકડીમાં ઉલટો કળશ મૂકી, ધજા ચઢાવી તેની પૂજા કરે છે. તેના પર પતાસા, લીમડાનાં કુમળાં પાન, આંબાની ડાળખી અને લાલ ફૂલોનો હાર બાંધે છે. તેના પર ચાંદી અથવા તાંબાનો કળશ શણગારીને ધ્વજ ઊભો કરવામાં આવે છે. નવવર્ષને દિવસે કડવા લીમડાનો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે ગુડી પડવા તહેવાર એ હિંદુઓ અને મરાઠાઓના આશીર્વાદિત પ્રસંગોમાંનો એક છે. સંવસર પડવો તરીકે પણ ઓળખાય છે, આ તહેવાર પરંપરાગત નવા વર્ષ અને કૃષિ રવિ સિઝનના અંતને ચિહ્નિત કરે છે. ગુડી પડવો એ છે જ્યારે ભગવાન બ્રહ્માએ દિવસો, અઠવાડિયા, મહિનાઓ અને વર્ષોની વિભાવનાઓ સાથે બ્રહ્માંડની રચના કરી હતી. ગુડી પડવા તહેવાર, હિન્દુ પૌરાણિક કથાઓમાં, તે દિવસે પણ ઉજવવામાં આવે છે જ્યારે ભગવાન રામને 14 વર્ષ પછી અયોધ્યાથી પાછા ફર્યા અને રાજા રાવણ પર તેમની જીત પછી તેમનો

Navsari news : નવસારી રેલ્વે સ્ટેશન અને જિલ્લા પંચાયત નવસારી ખાતે રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

                   Navsari news : નવસારી રેલ્વે સ્ટેશન અને જિલ્લા પંચાયત નવસારી ખાતે રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. અવસર લોકશાહીનો ચાલો મતદાન કરીએ"      તારીખ : ૦૯-૦૪-૨૦૨૪નાં દિને આગામી લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત રેલવે સ્ટેશન નવસારી અને જિલ્લા પંચાયત નવસારી ખાતે રંગોળી બનાવી મતદારોને મતદાન કરવા જાગૃત કરવામાં આવ્યા. #Loksabhaelection #Election2024  #ElectionAwareness#IVote4Sure  #VotingRights Image & video courtesy: collector & DM NAVSARI Twitter 

Navsari news: જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારી ખાતે મતદાર જાગૃતિ રંગોળી બનાવાઈ.

                                                    Navsari news: જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારી ખાતે મતદાર જાગૃતિ રંગોળી બનાવાઈ. ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ"  તારીખ :૦૮-૦૪-૨૦૨૪નાં દિને આગામી લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત જીલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારીમાં મતદાર જાગૃતિ માટે રંગોળી બનાવવામાં આવી.

Navsari news : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ અર્થે આકર્ષક રંગોળી દોરાઈ.

                     Navsari news : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ અર્થે આકર્ષક રંગોળી દોરાઈ. નવસારી જિલ્લામાં આગામી ૭ મી મે ના રોજ મતદાન યોજાનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન નવસારી જિલ્લામાં મહત્તમ મતદાન થાય, સમાજના દરેક વર્ગો તેમના મતદાન હકનો અચૂક રીતે ઉપયોગ કરે, નૈતિક મતદાનને સતત પ્રોત્સાહન મળે તે માટે સ્વીપ એક્ટિવિટિઝ અંતર્ગત નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં વિધાર્થીઓ મતદાન જાગૃત્તિનો સંદેશ આપતી સુંદર રંગોળી બનાવી રહ્યા છે. સમગ્ર નવસારી જિલ્લામાં મતદાન અંગે નાગરિકોને જાગૃત થાય તે સંદર્ભે સ્વીપ પ્રવૃતિઓ અન્વયે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન સતત ચાલી રહ્યું છે. Courtesy: આ પોસ્ટની ક્રેડિટ મદન વૈષ્ણવ સર નવસારીને ફાળે જાય છે. જે તમામ બ્લોગમાં published કરેલ છે.