બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર. ખેરગામ, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૫:** ખેરગામ તાલુકાના રૂઝવણી ગામની બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર તથા તેમની ટીમે અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને તમામને ગર્વ અનુભવાડ્યો છે. ગઈ કાલે નડિયાદ ખાતે આયોજિત આ સ્પર્ધામાં તેઓએ ૪ બાય ૪૦૦ મીટર રિલે દોડમાં પ્રથમ ક્રમ મેળવીને ખેરગામ તાલુકા, બહેજ પ્રાથમિક શાળા, રૂઝવણી ગામ તથા આહિર સમાજનું ગૌરવ વધાર્યું છે. આ વિજયથી પ્રોત્સાહિત થઈને તેઓ હવે નેશનલ સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે. પ્રેઝીબેનની આ અદ્ભુત સિદ્ધિમાં તેમની ટીમના સાથીઓનો અમુલ્ય ફાળો છે. તેમની સાથે રવિના સેરવા, મિત્તલ રાઉત અને પ્રિયાંશી ગાવિતે પણ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વળી, તેમના કોચ પિન્કલ આહિરનું માર્ગદર્શન અને તૈયારીનું યોગદાન આ વિજયનું મુખ્ય કારણ રહ્યું છે. આ ટીમના સંયુક્ત...
Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો.
Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો. શાળાઓના બાળકો દ્વારા પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાના ગુણ કેળવાય તે હેતુથી પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું આયોજન કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ કરાયું. નવસારી, તા.૧૬: નવસારી જિલ્લા સ્થિત ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં દ્વારા ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ કાર્યક્રમ યોજાયો હતો. ઈકો કલબ હેઠળ શાળાના શિક્ષિકા લક્ષ્મીબેન પટેલ દ્વારા વિધાર્થીઓ માટે નજીકના સ્થળે પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું આયોજન કરી વિધાર્થીઓને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત સ્થાનિક વિસ્તારની વિવિધ વનસ્પતિથી વિધાર્થીઓને વાકેફ કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. વિદ્યાર્થીઓને નજીકના ગામ તથા સ્થાનિક પ્રવાસન સ્થળની મુલાકાત કરાવવી, વિધાર્થીઓના અલગ અલગ જૂથ બનાવી જુદા જુદા કામ સોંપવામાં આવ્યા હતા. જેમાં વનસ્પતિ શાસ્ત્ર, વિસ્તારનો ઇતિહાસ, ભૂગોળ, સ્થાનિક રીતિરીવાજો અને ...



Comments
Post a Comment