Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી. અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયોજન કર...
Dediyapada: દેડીયાપાડા તાલુકાના આદીવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે સમરકેમ્પનું આયોજન
દેડીયાપાડા તાલુકાના આદીવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે સમરકેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. સમર કેમ્પ રક્ષા ફાઉન્ડેશનના સહયોગથી પોચાભાઇ ફાઉન્ડેશન દ્વારા કુંડીઆંબા ગામે યોજવામા આવ્યો હતો. જેમાં કોરવી, કુંડીઆંબા, જરગામ, પાટડી અને ચિકદાના 200 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સંસ્થાના બાળમિત્રો દ્વારા બાળકોને ચિત્રકામ, ઓરોગામી, રમતો, વાર્તા, બાળ ગીતો દ્વારા ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવ્યુ હતું. બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ કેળવાય, નિયમિત સ્કૂલે જાય, પોતાનાં અધિકારો પ્રત્યે સભાન બને અને દેશનો સારો નાગરિક બને એ હેતુથી સંસ્થા દ્વારા જુદી-જુદી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામા આવે છે.
Comments
Post a Comment