Skip to main content

બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ

  બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર. ખેરગામ, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૫:** ખેરગામ તાલુકાના રૂઝવણી ગામની બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર તથા તેમની ટીમે અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને તમામને ગર્વ અનુભવાડ્યો છે. ગઈ કાલે નડિયાદ ખાતે આયોજિત આ સ્પર્ધામાં તેઓએ ૪ બાય ૪૦૦ મીટર રિલે દોડમાં પ્રથમ ક્રમ મેળવીને ખેરગામ તાલુકા, બહેજ પ્રાથમિક શાળા, રૂઝવણી ગામ તથા આહિર સમાજનું ગૌરવ વધાર્યું છે. આ વિજયથી પ્રોત્સાહિત થઈને તેઓ હવે નેશનલ સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે. પ્રેઝીબેનની આ અદ્ભુત સિદ્ધિમાં તેમની ટીમના સાથીઓનો અમુલ્ય ફાળો છે. તેમની સાથે રવિના સેરવા, મિત્તલ રાઉત અને પ્રિયાંશી ગાવિતે પણ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વળી, તેમના કોચ પિન્કલ આહિરનું માર્ગદર્શન અને તૈયારીનું યોગદાન આ વિજયનું મુખ્ય કારણ રહ્યું છે. આ ટીમના સંયુક્ત...

Kalol: કલોલ ગાંધીનગર મુકામે ગુજરાત ગૌરવ સન્માન ૨૦૨૪ માં પુંસરી પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશભાઈ માળી ની પસંદગી કરાઈ.

  Kalol: કલોલ ગાંધીનગર મુકામે ગુજરાત ગૌરવ સન્માન ૨૦૨૪ માં પુંસરી પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશભાઈ માળી ની પસંદગી કરાઈ.

કલોલ ગાંધીનગર મુકામે ગુજરાત ગૌરવ સન્માન ૨૦૨૪ માં પુંસરી પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશભાઈ માળી ની પસંદગી કરવામાં આવી કલોલ ગાંધીનગર મૂકામે જાયંટ્સ ગ્રૂપ કલોલ મૅન ના ઉપ્લક્ષ્યમાં શિક્ષણ કાર્યમાં ઉત્કૃષ્ટ કામગીરી અને વિદ્યાર્થીઓના જીવનમાં કેળવણીના ઉચ્ચતમ સર કરાવવા માટે ગુજરાત ગૌરવ સન્માન ૨૦૨૪ માં પુંસરી પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશભાઈ રમેશભાઈ માળીની પસંદગી થઈ તે બદલ મુખ્ય મહેમાન પુલકિતભાઈ જોશી [ મદદનીશ સચિવ ગુજરાત અને ઉ.મા શિક્ષણ બોર્ડ ગાંધીનગર ] પ્રમુખશ્રી રાકેશભાઈ પંડ્યા મંત્રી મનીષભાઈ ગાંધી તેમજ કાર્યક્રમનાં ઉદ્ઘાટક શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપ દાસજીના આશિર્વાચન દ્વારા કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. સાથેજ મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશી હસ્તક શીલ્ડ અને પ્રમાણપત્ર આપી મારું અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું તે બદલ સૌ જાયંટ્સ ગ્રૂપ કલોલના સભ્યોનો આભાર વ્યક્ત કરું છું.માતૃ દિવસના દિને આજનું સન્માન હું મારી માં મતિ શાંતાબેન ને સમર્પિત કરું છું,

Comments

Popular posts from this blog

કુકરમુંડા તાલુકા વિશે

   કુકરમુંડા તાલુકા વિશે અહીં કેટલીક વિગતો છે. - કુકરમુંડા તાલુકો ગુજરાત રાજ્યના તાપી જિલ્લામાં આવેલું એક વહીવટી મથક છે. - તે તાપી નદીના તટપ્રદેશ અને સાતપુડા પર્વતમાળાની નજીક આવેલું છે. - કુકરમુંડાનો કુલ વિસ્તાર અંદાજે 0.82 ચોરસ કિલોમીટર છે. - કુકરમુંડા અને વ્યારા વચ્ચેનું અંતર લગભગ 110 કિલોમીટર છે, અને સુરતથી લગભગ 178 કિલોમીટર છે. - કુકરમુંડા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા, તલોડા અને શાહદા તાલુકા સાથે સરહદ ધરાવે છે. - સ્વતંત્રતા સેનાની સંતોજી મહારાજનો જન્મ અહીં થયો હતો. - કુકરમુંડા 2014માં તહસીલ બન્યું જ્યારે તેને નિઝર તહસીલથી અલગ કરવામાં આવ્યું. - નંદુરબાર રેલ્વે સ્ટેશન કુકરમુંડાથી લગભગ 28 કિલોમીટર દૂર આવેલું છે, અને સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. - સુરત એરપોર્ટ કુકરમુંડા (178 કિલોમીટર) માટે સૌથી નજીકનું એરપોર્ટ છે. - રામનવમી ઉજવણી કુકરમુંડામાં વાર્ષિક ઉજવણી છે જેમાં જસવંત ચોકના રામ મંદિરમાં હનુમંતની મૂર્તિ પ્રદર્શિત કરવામાં આવે છે.

વલસાડ: જિલ્લા શિક્ષણ સમિતિ,સંચાલિત ધરમપુર તાલુકાના બીલપુડી બેઝ ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષક અશોકભાઈ મોહનભાઈ દેસાઈનો સેવા નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો.

વલસાડ: જિલ્લા શિક્ષણ સમિતિ,સંચાલિત ધરમપુર તાલુકાના બીલપુડી બેઝ ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષક અશોકભાઈ મોહનભાઈ દેસાઈનો સેવા નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો. જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પાંચયત, વલસાડ દ્વારા સંચાલિત ધરમપુર તાલુકાના બીલપુડી ખાતે બેઝ ફળીયા પ્રાથમિક શાળામાં ૩૫ વર્ષ... Posted by Mla Arvind Patel on  Saturday, June 15, 2024

સુરત (ઝંખવાવ) : માંગરોળના ઓગણીસા ગામના યુવકે આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું.

     સુરત (ઝંખવાવ) : માંગરોળના ઓગણીસા ગામના યુવકે આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું. માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના યુવક નિર્મલભાઈ અજીતભાઈ વસાવાએ આદિવાસી સમાજનુ ગૌરવ વધાર્યું હતું.  સુરત જિલ્લાના અંતરીયાળ વિસ્તારના યુવકે ખેલ મહાકુંભ ૨.૦ અંતગર્ત રાજ્યકક્ષાની ઓપન એ ગ્રુપમાં ભાઇઓની બોક્સીંગ રમતની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરીને પરીવાર, ગામ, સમાજનુ ગૌરવ વધાર્યું હતુ. શ્રી અટલબિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજય કોલેજના વિદ્યાર્થી અને માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના વતની એવા નિર્મલ ભાઈ અજીતભાઈ વસાવાએ હાલમાં અમદાવાદ,નિકોલ ખાતે ચાલી રહેલ ખેલ મહાકુંભ ૨.૦ અંતગર્ત રાજ્યકક્ષાની ઓપન એ ગ્રુપમાં ભાઈઓની બોક્સીંગ રમતની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરીને વાંકલ કોલેજ અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે આ પ્રસંગે વાંકલ કોલેજના આચાર્ય ચૌધરી દિપકભાઈ તથા કોચ પ્રો. વિજયભાઇ દવે તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમા રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરી ઉચ્ચ સ્થાન મેળવવા શુભેચ્છાઓ પાઠવી હતી.