Skip to main content

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી.  અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયોજન કર...

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

  Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન 

રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.” 

ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે. 

સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે."

ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ફાઈનલ રાઉન્ડમાં છઠો ક્રમ હાંસલ કર્યો હતો. ભાગ લઈને 

નર્મદા જિલ્લા સહિત ગુજરાત રાજ્ય અને ભારત દેશનું ગૌરવ વિશ્વફલક પર વધાર્યુ છે. ફલક આદિવાસી સમાજનું ગૌરવ છે, જેને ફાઈનલ રાઉન્ડમાં છો ક્રમ હાંસલ કર્યો હતો. નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ પણ ફલકને રમતક્ષેત્રે ઉજ્જવળ ભાવિ બનાવવા શુભેચ્છા પાઠવી હતી. ફલકે પણ સતત મહેનત કરીને મેડલ હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આજે ફલક રમતક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરીને જિલ્લાના રમતવીરો માટે એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરી રહી છે. ફલક ઇન્ડિવિડ્યુઅલ વુમન ટ્રેમ્પોલિન જીમ્રાસ્ટિક અંડર ૧૪ એજ ગૃપમાં છેલ્લા બે વર્ષમાં રાજ્યકક્ષાએ બે ગોલ્ડ મેડલ, રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગત વર્ષે સિલ્વર અને આ વર્ષે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. 

વર્ષ ૨૦૨૩માં ડોમ્બિવલી ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ ચોથા ક્રમે પસંદગી પામી હતી. કેરેલાના કોઝીકુડુ ખાતે ફેબ્રુઆરી ૨૦૨૪ માં યોજાયેલી ટ્રેમ્પોલિન જીમ્રાસ્ટિક રાષ્ટ્રીયકક્ષાની ઓપન ચેમ્પિયન શીપમાં પણ ફલકે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફલક બાળપણથી જ રમતમાં રૂચિ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, માતા મિકેતાબેન ચંદ્રકાંત વસાવાએ ફલકની રમત પ્રત્યેની રૂચીને મહેસુસ કરીને રમતક્ષેત્રે પોતાની

દીકરીનું ભાવિ કારકીર્દિ બનાવવાનું નક્કી કર્યું હતું. ફલકની માતા જીમાસ્ટિક કોચ છે અને પોતાની દીકરીની કોચ તરીકે ચીનમાં યોજાયેલી ચેમ્પિયનશીપમાં સહભાગી થયા હતા. ફલકની માતાએ જીહ્માસ્ટિકમાં ડિપ્લોમાની ડિગ્રી હાંસલ

કરી છે. વર્ષ ૧૯૯૯ થી ૨૦૦૫ દરમિયાન રમતક્ષેત્રે સક્રીય રહીને રાષ્ટ્રીય કક્ષાની વિવિધ કેટેગરીની જીમાસ્ટિક સ્પર્ધામાં મેડલો હાંસલ કર્યો હતો. વધુમાં તેઓને જીમાસ્ટિકમાં જુનિયર જયદીપ સિંહ બારિયા એવોર્ડથી પણ સન્માનિત કરાયું હતું.

 ગુજરાત જીમનાસ્ટિક એસોશિયેશન, સુરત અને જીમાસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા, દિલ્હીના પ્રોત્સાહનથી ફલકે એક નવી સિધ્ધી હાંસલ કરી છે. ફલક હવે નર્મદા જિલ્લાના રમતક્ષેત્રનો નવો ચહેરો બની રહી છે જે યુવાનોને પ્રેરિત કરશે.

નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી વિષ્ણુભાઈ વસાવા સહિત તમામ કોચીસના પ્રયાસોના પરિણામે ફલકની સાથે જિલ્લાના રમતવીરો રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી પામીને પોતાના પ્રતિભાનો પરિચય આપી રહ્યાં છે. 

ગોલ્ડન ગર્લ ફલકે ચીનમા યોજાયેલી છઠ્ઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપમાં ભાગ લઇ છઠ્ઠો ક્રમ હાંસલ કર્યોઃ માતા મિકેતા વસાવાએ ફલકને તાલીમ આપી

પોસ્ટ ક્રેડિટ : ગુજરાત ગાર્ડિયન

Comments

Popular posts from this blog

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

                                                                          આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું  દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ભવોભવની પ્રીત...

Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન

    Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન ખેરગામનાં તોરણવેરા ગામે આશ્રમ શાળામાં કુકણા સમાજ વિકાસ મંડળ આયોજિત ચિંતન સભા યોજાઈ હતી. જેમાં કુરિવાજોને તિલાંજલિ આપવા આહવાન કરાયું હતું. આ પ્રસંગે અગ્રણીઓએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આપણા સમાજ પાસે ખુબ સારી રૂઢીપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટોભાગ દેવામાં ડુબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યારથી સવાર માની પગલા ભરવા જરૂરી છે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારુનું ચલન બહુ મોટી બદી છે. દેવ દેવીના પ્રસંગો પણ બાકાત નથી, આવા પ્રસંગોએ દારૂની સગવડ કરનાંર કુટુબને ૨૫ હજારનો દંડ કરવા ઠરાવવામાં આવ્યું હતું. લગ્ન વિધિ પણ આદિવાસી પરંપરા મુજબ થાય તે માટે પ્રોત્સાહિત રકમ આપવા પણ ચર્ચા કરવામાં આવી હતી. ડીજેનો ઉપયોગ મર્યાદિત કરવા સૂચનો થયા હતા.  કનસરી અને માવલી જેવા પ્રસંગોએ રાત્રી ભોજન નહીં પણ પ્રસંગ પત્યા પછી દિવસે જમણવાર રાખવાનું નક્કી કર્યું હતું. આ ચિંતન શિબિરમાં મુક્ત મને ચર્ચા વિચારણા કરી પંદર ...

વોટ્સએપ ગૃપના 570 સભ્યો 100-100 રૂપિયાનું અનુદાન આપી જરૂરિયાતમંદોને પહોંચાડે છે લાખોની મેડિકલ સહાય.

        વોટ્સએપ ગૃપના 570 સભ્યો 100-100 રૂપિયાનું અનુદાન આપી જરૂરિયાતમંદોને પહોંચાડે છે લાખોની મેડિકલ સહાય.  માહ્યાવંશી મેડિકલ સહાય ગૃપ મુંબઈથી અમદાવાદ સુધીના દર્દીઓને અત્યાર સુધીમાં 8.33 લાખની સહાય કરી ચૂક્યું છે વોટ્સએપ ગૃપના 570 સભ્યો 100-100 રૂપિયાનું અનુદાન આપી જરૂરિયાતમંદોને પહોંચાડે છે લાખોની મેડિકલ સહાય પરિવારમાં જયારે ગંભીર બીમારી આવી પડે ત્યારે ભલભલાની હાલત કફોડી થઈ જતી હોય છે. આવા પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થઈ શકાય એ માટે માહ્યાવંશી સમાજ દ્વારા સોશ્યલ મીડિયા વોટ્સએપનો સહારો લઈ એક ગૃપ બનાવી તેના થકી દર્દીના પરિવારને મદદ કરવાની અનોખી પહેલ કરાઇ છે. આર્થિક ભારણ વગર સહાય કર્યાનો સંતોષ થાય તે માટે ગૃપના સભ્ય દીઠ માત્ર 100 રૂપિયા રકમ નક્કી કરવામાં આવી છે. ટીપે ટીપે સરોવર ભરાય તે ઉક્તિને સાર્થક ઠેરવી આ નાનકડા પ્રયાસથી સમાજ દ્વારા અત્યાર સુધીમાં સમાજના 39 દર્દીઓને 8.33 લાખથી વધુની સહાય કરી ચુક્યું છે. માહ્યાવંશી મેડિકલ સહાયના નામથી ચાલતા આ ગૃપના સંચાલક ઉમરગામના પંકજ પુનેટકર જણાવે છે કે, 22-4-2022ના રોજ આ ગૃપ કાર્યરત કર્યું. હાલમાં અમારા આ ગપમાં 570 સભ્યો કાર...