બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર. ખેરગામ, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૫:** ખેરગામ તાલુકાના રૂઝવણી ગામની બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર તથા તેમની ટીમે અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને તમામને ગર્વ અનુભવાડ્યો છે. ગઈ કાલે નડિયાદ ખાતે આયોજિત આ સ્પર્ધામાં તેઓએ ૪ બાય ૪૦૦ મીટર રિલે દોડમાં પ્રથમ ક્રમ મેળવીને ખેરગામ તાલુકા, બહેજ પ્રાથમિક શાળા, રૂઝવણી ગામ તથા આહિર સમાજનું ગૌરવ વધાર્યું છે. આ વિજયથી પ્રોત્સાહિત થઈને તેઓ હવે નેશનલ સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે. પ્રેઝીબેનની આ અદ્ભુત સિદ્ધિમાં તેમની ટીમના સાથીઓનો અમુલ્ય ફાળો છે. તેમની સાથે રવિના સેરવા, મિત્તલ રાઉત અને પ્રિયાંશી ગાવિતે પણ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વળી, તેમના કોચ પિન્કલ આહિરનું માર્ગદર્શન અને તૈયારીનું યોગદાન આ વિજયનું મુખ્ય કારણ રહ્યું છે. આ ટીમના સંયુક્ત...
Tapi(Vyara): શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, વ્યારા ખાતે ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધાનો શુભારંભ
Tapi(Vyara): શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, વ્યારા ખાતે ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધાનો શુભારંભ
આજ રોજ શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, વ્યારા ખાતે ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો.
— Collector & DM-Tapi (@CollectorTapi) May 16, 2024
ખેલાડીઓને રમતા રહી સ્વાસ્થ્ય મજબુત રાખી રાષ્ટ્રીય સ્તરે રમી ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપી.@revenuegujarat@InfoGujarat@infotapiadi pic.twitter.com/HMnucNFZrO
Tapi (Vyara) : વ્યારા ખાતે ખેલ મહાકુંભમાં ખો-ખો સ્પર્ધાનો પ્રારંભ, ૮ જિલ્લાની ટીમે ભાગીદારી નોંધાવી.
Comments
Post a Comment