બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર. ખેરગામ, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૫:** ખેરગામ તાલુકાના રૂઝવણી ગામની બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર તથા તેમની ટીમે અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને તમામને ગર્વ અનુભવાડ્યો છે. ગઈ કાલે નડિયાદ ખાતે આયોજિત આ સ્પર્ધામાં તેઓએ ૪ બાય ૪૦૦ મીટર રિલે દોડમાં પ્રથમ ક્રમ મેળવીને ખેરગામ તાલુકા, બહેજ પ્રાથમિક શાળા, રૂઝવણી ગામ તથા આહિર સમાજનું ગૌરવ વધાર્યું છે. આ વિજયથી પ્રોત્સાહિત થઈને તેઓ હવે નેશનલ સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે. પ્રેઝીબેનની આ અદ્ભુત સિદ્ધિમાં તેમની ટીમના સાથીઓનો અમુલ્ય ફાળો છે. તેમની સાથે રવિના સેરવા, મિત્તલ રાઉત અને પ્રિયાંશી ગાવિતે પણ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વળી, તેમના કોચ પિન્કલ આહિરનું માર્ગદર્શન અને તૈયારીનું યોગદાન આ વિજયનું મુખ્ય કારણ રહ્યું છે. આ ટીમના સંયુક્ત...
Khergam: ખેરગામની ITI માં વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન કેમ્પમાં 29 યુનિટ રક્ત એકત્ર.
14 જૂન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગ થી ખેરગામ આ.ઈ.ટી.આઈ અને ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પની શરૂઆત ઉપસ્થિત ખેરગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઝરણાબેન,ડેપ્યુટી સરપંચ જીગ્નેશભાઈ,શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના વિરેનભાઈ ગાંધી,દેવલબેન મોદી સહિતના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પમાં આ.ઈ.ટી.આઈમાં અભ્યાસ કરી રહેલા યુવાનો તેમજ ખેરગામના કેટલાક રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું.રક્તદાન કેમ્પમાં 29 જેટલી રક્તની બોટલ એકત્રિત થયું હતું.
Comments
Post a Comment