Skip to main content

બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ

  બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર. ખેરગામ, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૫:** ખેરગામ તાલુકાના રૂઝવણી ગામની બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર તથા તેમની ટીમે અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને તમામને ગર્વ અનુભવાડ્યો છે. ગઈ કાલે નડિયાદ ખાતે આયોજિત આ સ્પર્ધામાં તેઓએ ૪ બાય ૪૦૦ મીટર રિલે દોડમાં પ્રથમ ક્રમ મેળવીને ખેરગામ તાલુકા, બહેજ પ્રાથમિક શાળા, રૂઝવણી ગામ તથા આહિર સમાજનું ગૌરવ વધાર્યું છે. આ વિજયથી પ્રોત્સાહિત થઈને તેઓ હવે નેશનલ સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે. પ્રેઝીબેનની આ અદ્ભુત સિદ્ધિમાં તેમની ટીમના સાથીઓનો અમુલ્ય ફાળો છે. તેમની સાથે રવિના સેરવા, મિત્તલ રાઉત અને પ્રિયાંશી ગાવિતે પણ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વળી, તેમના કોચ પિન્કલ આહિરનું માર્ગદર્શન અને તૈયારીનું યોગદાન આ વિજયનું મુખ્ય કારણ રહ્યું છે. આ ટીમના સંયુક્ત...

Uchchhal-Nizar- Kukarmunda: ઉચ્છલ,નિઝર, કુકરમુંડા તાલુકામાં અનામત વૃક્ષ મહુડો અમૃત તથા કલ્પવૃક્ષ સમાન

   Uchchhal-Nizar- Kukarmunda: ઉચ્છલ,નિઝર, કુકરમુંડા તાલુકામાં અનામત વૃક્ષ મહુડો અમૃત તથા કલ્પવૃક્ષ સમાન

Post credit: Sandesh news paper


તાપી જિલ્લાના છેવાડાના ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકા તથા સોનગઢ, વ્યારા તાલુકાના જંગલ વિસ્તાર તથા અંતરિયાળ ગામોમાં મહુડાના વૃક્ષ ઔષધિય ગુણવત્તાથી ભરપુર હોવાનું માનવામાં આવે છે, 

જેના પાન, ફુલ, ફળો, લાકડાનો ઉપયોગ થતો હોવાથી ખેડુત પરિવારો પણ આ વૃક્ષને ખેતરોના શેઢા ઉપર રાખવાનું ઉચિત માની જેમાંથી આવક મેળવે છે, પરંતુ હાલમાં વાવાઝોડાના માહોલ વચ્ચે કેટલાંક વૃક્ષો ઉપરથી કાચી ડોળી(ફળ) પડવા લાગતા સિઝનમાં ડોળીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના વધી છે.

આદિવાસી પરિવારો જળ, જંગલ અને જમીન સાથે જોડાયેલા રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના લોકો જંગલોમાં ઉગતા વન્ય ફળો, ફુલો, પાન, છાલએ તમામનો એક ઔષધિ તરીકે વર્ષોથી ઉપયોગ કરતા આવ્યા છે, ઔષધિય વૃક્ષોમાં મહુડાનો પણ સમાવેશ થાય છે. 

તાપી જિલ્લાના ઉચ્છલ, નિઝર, કુકરમુંડા, સોનગઢ, વ્યારા, ડોલવણ તાલુકાના જંગલ તથા આંતરિયાળ ગામોમાં મહુડાને આવક રળી આપતું વૃક્ષ માનવામાં આવે છે. જંગલો તથા ખેતરોના શેઢા ઉપર જોવા મળતા મહુડાનું વૃક્ષ લાંબું આયુષ્ય ધરાવે છે, કદાવર તથા ઘટાદાર તેમજ મજબુત વૃક્ષને ખેતરોના શેઢા ઉપર રાખવાનું ખેડુત પરિવારો પસંદ કરે છે. 

છાંયડો અને શીતળતા આપતા આ વૃક્ષની નીચે ખેતરોમાં કામ કરતા મજુરો, ખેડુત પરિવારો વિસામો લેતા હોય છે. ઝાડના પાંદડા ગ્રામ્ય વિસ્તારોમાં બનાવાતી વાનગી પાન્યા રોટલા બનાવવા માટે કરે છે, ફુલોનું મહત્વ વધુ છે, 

ફેબ્રુઆરી માસ આવતા જ મહુડાના ફુલો ઝાડ ઉપરથી પડવાની શરૂઆત થતા ગૃહિણીઓ વહેલી સવારથી જ ફુલો વિણવા પહોંચી જાય છે, લગભગ એક ઝાડ નીચેથી ફુલો એકત્રિત કરતા એક બપોર જેટલો સમય પણ વીતી જાય છે. 

ફુલો એકત્રિત કરી જેને સુકવીને બજારોમાં વેચી આવક મેળવે છે. મહુડાના ફુલ આર્યુવેદિક દવાઓમાં ઉપયોગમાં આવે છે, તેમજ ફુલો ઉકાળીને ગ્રામ્ય વિસ્તારોમાં કેમિકલ વગરનો ઔષધિય દારૂ પણ કેટલાંક લોકો બનાવે છે. 

આ ફુલોનો રસ(ફુલ દારૂ)નાના બાળકોમાં થતા ઓરિ, અછબડા જેવા ગરમીના રોગો સામે રક્ષણ આપતો હોવાની માન્યતા છે. શરીરે ફુલ્લા જેવા ચિહ્ દેખાય તો શરીર ઉપર દારૂ લગાડવામાં આવતા જે મટી જતા હોવાનું વયોવૃધ્ધો જણાવે છે.

મહુડાના ફુલ આવક રળી આપે છે, જેના ફળોને ગ્રામ્ય ભાષામાં ડોળી કહેવામાં આવે છે, ફળો ઝુમખાં સાથે લાગે છે, જુન માસમાં ફળો પાકી જાય છે. ફળોમાંથી જેના બીજ કાઢવામાં આવે છે તેમજ જેને સુકવીને બીજમાંથી તેલ કાઢવામાં આવે છે. આ તેલનો આદિવાસી પરિવારો ખાવામાં ઉપયોગમાં લેતા હોય જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. 

મહુડાનો ઝાડની પણ ખુબ અગત્યતા છે, જેમાંથી ફર્નિચર તેમજ આદિવાસીઓનું પ્રખ્યાત વાદ્ય ચાંગી ઢોલ બનાવવામાં આવે છે, જે લગ્નો સિઝન કે કોઈપણ સામાજિક પ્રસંગોમાં ચાંગી ઢોલ વગાડી આદિવાસીઓ આદિવાસી નૃત્ય કરે છે. મહુડાના ઝાડના પાન, ફળ, ફુલો તથા લાકડાનો ઉપયોગ થાય છે, અનામત વૃક્ષ તરીકે ઓળખ ધરાવતા વૃક્ષને આદિવાસીઓ ઔષધિય વૃક્ષ તરીકે ઓળખે છે.

Comments

Popular posts from this blog

વલસાડ: જિલ્લા શિક્ષણ સમિતિ,સંચાલિત ધરમપુર તાલુકાના બીલપુડી બેઝ ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષક અશોકભાઈ મોહનભાઈ દેસાઈનો સેવા નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો.

વલસાડ: જિલ્લા શિક્ષણ સમિતિ,સંચાલિત ધરમપુર તાલુકાના બીલપુડી બેઝ ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષક અશોકભાઈ મોહનભાઈ દેસાઈનો સેવા નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો. જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પાંચયત, વલસાડ દ્વારા સંચાલિત ધરમપુર તાલુકાના બીલપુડી ખાતે બેઝ ફળીયા પ્રાથમિક શાળામાં ૩૫ વર્ષ... Posted by Mla Arvind Patel on  Saturday, June 15, 2024

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

  Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ. તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને  ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી. સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણે વિધા...

કોણ છે ગોપી થોટાકુરા ? બનશે ભારતના પ્રથમ અંતરિક્ષ પ્રવાસી.

                 #NewShepard   #NS25  crew will include Mason Angel, Sylvain Chiron, Ed Dwight, Ken Hess, Carol Schaller, and Gopi Thotakura. Read more 🚀:  https://t.co/KbAJkbRTvj   pic.twitter.com/8QBFYPJkYj — Blue Origin (@blueorigin)  April 4, 2024 કોણ છે ગોપી થોટાકુરા ? બનશે ભારતના પ્રથમ અંતરિક્ષ પ્રવાસી. આંધ્રપદેશના મૂળ વતની એવા થોટાકુરા જેફ બેઝોસના ખાનગી અવકાશ પર્યટન કાર્યક્રમમાં પસંદ થયા છે. રાકેશ શર્મા પછી અવકાશમાં જનારા બીજા ભારતીય બનશે. ગોપી એક પાયલટ અને એવિએટર છે જેણે ડ્રાઇવિંગ કરતા પહેલા ઉડવાનું શીખી લીધું હતું. તેઓ પ્રિઝર્વ લાઇફ કોર્પના સહ-સ્થાપક છે, જે હાર્ટસફિલ્ડ-જેકસન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક સ્થિત સર્વગ્રાહી સુખાકારી અને એપ્લાઇડ હેલ્થ માટેનું વૈશ્વિક કેન્દ્ર છે. વ્યાપારી ધોરણે જેટ ઉડાવવા ઉપરાંત, ગોપી પાઇલોટ બુશ, એરોબેટિક અને સી પ્લેન તેમજ ગ્લાઈડર અને હોટ એર બલૂન ચલાવે છે અને આંતરરાષ્ટ્રીય મેડિકલ જેટ પાઈલટ તરીકે સેવા આપી છે. આજીવન પદયાત્રા કરનાર, તેનું સૌથી તાજેતરનું સાહસ તેને કિલીમંજારો પર્વત...