Skip to main content

Posts

Showing posts from July, 2024

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

   Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Dahod|Limkheda| Devgadbaria| Jhalod| Fatepura|Dhanpur| Sanjeli| Singhvad| Dahod|History Of Dahod | Best Places In Dahod | Historical Significance Of Dahod

Dahod|Limkheda| Devgadbaria| Jhalod| Fatepura|Dhanpur| Sanjeli| Singhvad| Dahod|History Of Dahod | Best Places In Dahod | Historical Significance Of Dahod દાહોદનો ઇતિહાસ | દાહોદમાં શ્રેષ્ઠ સ્થળો | દાહોદનું ઐતિહાસિક મહત્વ  દાહોદ એ ભારતના ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં દૂધમતી નદીના કિનારે આવેલું નાનું શહેર છે. એવું કહેવાય છે કે તેનું નામ સંત દધીચી પરથી પડ્યું છે, જેમનો દધુમતી નદીના કિનારે આશ્રમ હતો. દાહોદ પ્રદેશ બાવકાનું ઘર છે, જે દાહોદથી અગિયાર કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં સ્થિત પુરાતત્વીય અજાયબી છે. એવું કહેવાય છે કે પત્થરોથી બનેલું અને કામસૂત્રોના કોતરવામાં આવેલા દ્રશ્યોથી સુશોભિત આ માળખું એક વેશ્યાએ બાંધ્યું હતું. આ આર્કિટેક્ચરલ અજાયબી ચાંપાનેરના મહારાજાના સમૃદ્ધ શાસન દરમિયાન બનાવવામાં આવી હતી. તેને દાહોદ જિલ્લાના ખજુરાહો તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાન મહારાજા સિદ્ધરાજ જયસિંહે વિક્રમ સંવત 1093 માં માલવા રાજ્ય પર આક્રમણ કર્યું, અને પછીના બાર વર્ષ સુધી દાહોદમાં પડાવ નાખ્યો. સિદ્ધરાજની પ્રચંડ સેનાએ એક જ રાતમાં છાબ તલાવ (ટોકરી તળાવ)નું નિર્માણ કર્યું. તેની સેનાના દરેક સૈનિકે રાતોરાત એક તળાવ

નવસારી : વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

નવસારી :  વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૯-૦૭-૨૪ અને ૨૦-૦૭-૨૪, શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભાવપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતભરનાં  શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ  માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કેલિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલએ શાળા વિકાસ અને શિક્ષણમાં અવનવા શૈક્ષણિક સંશોધનો દ્વારા નવીન તકનિકીઓનો વિકાસ કરી શાળાને આગળ લાવવાનાં ઘનિષ્ઠ પ્રયાસો કરતાં રહે છે. તેમજ શાળાનાં ભૌતિક વાતાવરણ સમૃદ્ધ કરવા માટે લોકફાળો અને ગ્રામજનોના સહયોગ લેવામાં તેઓ આગળ રહ્યા છે. પર્યાવરણના જતન માટે તેમણે બીજબેંક શરૂ કરેલ છે. સેંકડો બીજનો સંગ્રહ તેમની શાળામાં જોવા મળે છે. જરૂરિયાતમંદોને તેઓ બીજનું વિતરણ પણ કરે છે. આવી ઉત્તમ પ્રકારની કામગીરીની સોડમ પ્રસરાવી રહ્યા છે. અહીં થોડા અંશોમાં તેમનો પરિચય રજૂ કર્યો છે. એવોર્ડ પસંદગીની પ્રક્રિયા કઈ સંસ્થા દ્વારા અને કેવી રીતે કરવામાં આવે છે.  પરમ ભાગવતકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

  Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 15-07- 2024 અને 16-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં તમામ આચાર્યશ્રીની  દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. સરકારશ્રીની  નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમા સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પુટર લેબ, સાયન્સ લેબ, ગ્રીન શાળાઓ, હરિયાળી શાળા તેમજ જળ  જંગલ અને જમીનના સંવર્ધન બાબતે તથા શાળાની  ભૌતિક સુવિધાઓને અગ્રતાક્રમ આપી મોડેલ શાળાઓમા અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો પણ ઉપરોક્ત તમામ બાબતોથી વાકેફ થાય એ  અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. શરૂઆત બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ ઇન્ચાર્જ સી.આર.સી કિરીટભાઈ દ્વારા   સરસ મજાની વાર્તાથી શરૂઆત કરી. જેમાં આબોહવા પરિવર્તન વિશેની વાતો કરી. આજના સમયમાં આબોહવા ગમે તે પ્રમાણમાં અલગ અલગ રીતે વર્તાઈ રહી છે જેના કારણોની  વાતો કરી.  જેમાં મુખ્ય મુદ્દામા

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

 Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા'  વઘઇનો ગીરાધોધ અહેવાલ : મનોજ ખેંગાર  (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો 'ગીરાધોધ', ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે.  સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.  હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે.  અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે.  પ્ર

નવસારી:જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ.

 નવસારી:જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ. માહિતી બ્યુરો, નવસારી તા.૧૧: તાજેતરમાં નવસારી કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં આરોગ્ય વિભાગ અંતર્ગત વિવિધ શાખાઓની સમિક્ષા બેઠક જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઇ હતી.   આ બેઠકમાં આરોગ્ય શાખાની "સંચારી રોગ અટકાયતી સર્વેલન્સ સંકલન સમિતિની સમીક્ષા બેઠક" યોજવામાં આવી જેમાં તમામ શાખાઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવી હતી. જેમાં વરસાદની પરિસ્થિતિમાં જાહેર જનતાને માટે જરૂરી માર્ગદર્શન, રોગચાળા અટકાયતી કામગીરી તથા જિલ્લામાં આવતા વિવિધ કેસોની દૈનિક ધોરણે એન્ટ્રી, સંચારી રોગ, NTCP, સિકલસેલ, ક્લાઇમેન્ટ ચેન્જ, નેશનલ લેપ્રેસી પ્રોગ્રામ અને નેશનલ ટીબી કંટ્રોલ વગેરે પ્રોગ્રામ વિશે ચર્ચા અને સમિક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત પાણીજન્ય રોગો, વાહકજન્ય રોગો, અને ચોમાસાની ઋતુમાં રોગચાળા અટકાયત માટે જરૂરી પગલાં લેવા તેમજ સિકલસેલ એનીમીયા નિયંત્રણ કાર્યક્રમ અંગે વિગતવાર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  આ બેઠકમા

Valsad District latest news : 02-07-2024

    Valsad District latest news : 02-07-2024 ધરમપુરમાં દિવ્યાંગ બાળકોને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના હસ્તે કીટ વિતરણ કરાઈ માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 વલસાડ જિલ્લાના યાત્રાધામો અને ધાર્મિક સ્થળોને હરિયાળા બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે --- જિલ્લા કલેકટરશ્રીએ... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 વલસાડ જિલ્લામાં ગુમ/અપહરણ થયેલા ૭૯ બાળકો/વ્યકિતઓને બે માસમાં પોલીસે શોધી કાઢ્યા ---- ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 રથયાત્રા તહેવારને પગલે વલસાડ જિલ્લામાં તા. ૧૫ જૂલાઈ સુધી હથિયારબંધી માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨ જૂલાઈ આગામી... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 કપરાડામાં મહિલા સહાયતા કેન્દ્રનું ઉદઘાટન કરાયું માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨ જુલાઈ કપરાડા પોલીસ સ્ટેશન ખાતે નવા પોલીસ... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 વલસાડ જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને "મિશન શક્તિ" યોજના અંતર્ગત ત્રિ-માસ

Gandevi: ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ.

  Gandevi: ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ. ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ.. ૨૪ નિવૃત્ત થતા શિક્ષકોને સન્માન પત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું.. મંડળીના લેખા - જોખા, હેવાલ - હિસાબ મંજૂર કરવામાં આવ્યા..  વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત વિધાર્થીઓ અને શિક્ષકોનું સ્મૃતિ પત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા.. રીકરીગ યોજનામાં રોકાણ કરનારા સભાસદોને પુરસ્કૃત કર્યો..  મંડળીના નિવૃત્ત થતા ત્રણ કારોબારી સભ્યશ્રીઓ અને બે આંતરિક ઓડિટરશ્રીઓ ને વિશેષઃ સન્માન આપવામાં આવ્યું.. આમંત્રિત મહેમાનોમા શ્રી પીચીભાઇ ઓનર જયહિંદ હોટલ ચીખલી, SBI મેનેજર શ્રી જીગરભાઇ ગણદેવી બ્રાન્ચ અને  મનોજભાઈ લાડ ઓનર બી.ડી.ઈલેક્ટ્રીકલ, ચીખલીની વિશેષ ઉપસ્થિત રહી...અને રાષ્ટ્રગાન કરી સભા પૂર્ણ કરવામાં આવી... મોટી સંખ્યામાં સભાસદ શિક્ષકો ઉપસ્થિત રહી સુરૂચિ ભોજનની લિજ્જત માણી હતી.