Skip to main content

બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ

  બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર. ખેરગામ, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૫:** ખેરગામ તાલુકાના રૂઝવણી ગામની બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર તથા તેમની ટીમે અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને તમામને ગર્વ અનુભવાડ્યો છે. ગઈ કાલે નડિયાદ ખાતે આયોજિત આ સ્પર્ધામાં તેઓએ ૪ બાય ૪૦૦ મીટર રિલે દોડમાં પ્રથમ ક્રમ મેળવીને ખેરગામ તાલુકા, બહેજ પ્રાથમિક શાળા, રૂઝવણી ગામ તથા આહિર સમાજનું ગૌરવ વધાર્યું છે. આ વિજયથી પ્રોત્સાહિત થઈને તેઓ હવે નેશનલ સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે. પ્રેઝીબેનની આ અદ્ભુત સિદ્ધિમાં તેમની ટીમના સાથીઓનો અમુલ્ય ફાળો છે. તેમની સાથે રવિના સેરવા, મિત્તલ રાઉત અને પ્રિયાંશી ગાવિતે પણ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વળી, તેમના કોચ પિન્કલ આહિરનું માર્ગદર્શન અને તૈયારીનું યોગદાન આ વિજયનું મુખ્ય કારણ રહ્યું છે. આ ટીમના સંયુક્ત...

નવસારી : વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

નવસારી :  વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૯-૦૭-૨૪ અને ૨૦-૦૭-૨૪, શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભાવપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતભરનાં  શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ  માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી.

જેમાં કેલિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલએ શાળા વિકાસ અને શિક્ષણમાં અવનવા શૈક્ષણિક સંશોધનો દ્વારા નવીન તકનિકીઓનો વિકાસ કરી શાળાને આગળ લાવવાનાં ઘનિષ્ઠ પ્રયાસો કરતાં રહે છે. તેમજ શાળાનાં ભૌતિક વાતાવરણ સમૃદ્ધ કરવા માટે લોકફાળો અને ગ્રામજનોના સહયોગ લેવામાં તેઓ આગળ રહ્યા છે. પર્યાવરણના જતન માટે તેમણે બીજબેંક શરૂ કરેલ છે. સેંકડો બીજનો સંગ્રહ તેમની શાળામાં જોવા મળે છે. જરૂરિયાતમંદોને તેઓ બીજનું વિતરણ પણ કરે છે. આવી ઉત્તમ પ્રકારની કામગીરીની સોડમ પ્રસરાવી રહ્યા છે. અહીં થોડા અંશોમાં તેમનો પરિચય રજૂ કર્યો છે.

એવોર્ડ પસંદગીની પ્રક્રિયા કઈ સંસ્થા દ્વારા અને કેવી રીતે કરવામાં આવે છે.

 પરમ ભાગવતકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપનિ વિદ્યાનિકેતનમાં છેલ્લા અનેક વર્ષોથી આધ્યાત્મિક ક્ષેત્રે, શિક્ષણક્ષેત્રે, અને સામાજિક ક્ષેત્રે ઘણા ઉત્તમ કાર્યો થઈ રહ્યા છે. આજે સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિમાં શિક્ષકો અને વિદ્યાલયો ખૂબ જ સારી રીતે પોતાનું અપ્રતિમ યોગદાન આપી રહ્યા છે. એવા સમયે તેઓનું યોગ્ય રીતે સન્માન થાય એ પણ આવશ્યક છે.

પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા વર્ષ-૨૦૧૪ થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણના ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા વિશિષ્ટ સારસ્વતોનું મુખ્ય ત્રણ એવોર્ડ દ્વારા અને નાવીન્યતાથી કાર્ય કરનાર કેટલાક શિક્ષકોનું ભાવપૂજન કરવામાં આવે છે. જેમાં,

૧) લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ : જેઓએ પોતાનું સંપૂર્ણ જીવન શિક્ષણના ક્ષેત્રમાં વિતાવીને સમાજને ઉત્તમ યોગદાન આપ્યું હોય એવા મહાનુભાવ. ૨) આદર્શ ગુરુ ગૌરવ એવોર્ડ : એવા શિક્ષક કે જેઓએ શાળામાં શ્રેષ્ઠતમ કાર્ય કરીને સમાજમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય.

૩) ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ : એક એવું વિદ્યાલય કે શિક્ષણના ક્ષેત્રે ખૂબ જ શિષ્ટ-વિશિષ્ટ કાર્ય કર્યુ હોય.

આ ઉપરાંત રાજ્યના દરેક જિલ્લામાંથી એક શિક્ષક કે જેમણે પોતાની શાળામાં નવતર કાર્ય કે પ્રકલ્પ દ્વારા શિક્ષણને વધુ અસરકારક બનાવવા પ્રયત્ન કરલો હોય.

એવૉર્ડ ચયન સમિતિ દ્વારા ૨૦૨૪ વર્ષમાં નવસારી જિલ્લામાંથી 'શ્રેષ્ઠ શિક્ષક ગૌરવ એવૉર્ડ' માટે કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલની પસંદગી કરતાં  એવૉર્ડ ચયન સમિતિએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

નવસારી જિલ્લાના જિલ્લા અને પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા.

Comments

Popular posts from this blog

કુકરમુંડા તાલુકા વિશે

   કુકરમુંડા તાલુકા વિશે અહીં કેટલીક વિગતો છે. - કુકરમુંડા તાલુકો ગુજરાત રાજ્યના તાપી જિલ્લામાં આવેલું એક વહીવટી મથક છે. - તે તાપી નદીના તટપ્રદેશ અને સાતપુડા પર્વતમાળાની નજીક આવેલું છે. - કુકરમુંડાનો કુલ વિસ્તાર અંદાજે 0.82 ચોરસ કિલોમીટર છે. - કુકરમુંડા અને વ્યારા વચ્ચેનું અંતર લગભગ 110 કિલોમીટર છે, અને સુરતથી લગભગ 178 કિલોમીટર છે. - કુકરમુંડા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા, તલોડા અને શાહદા તાલુકા સાથે સરહદ ધરાવે છે. - સ્વતંત્રતા સેનાની સંતોજી મહારાજનો જન્મ અહીં થયો હતો. - કુકરમુંડા 2014માં તહસીલ બન્યું જ્યારે તેને નિઝર તહસીલથી અલગ કરવામાં આવ્યું. - નંદુરબાર રેલ્વે સ્ટેશન કુકરમુંડાથી લગભગ 28 કિલોમીટર દૂર આવેલું છે, અને સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. - સુરત એરપોર્ટ કુકરમુંડા (178 કિલોમીટર) માટે સૌથી નજીકનું એરપોર્ટ છે. - રામનવમી ઉજવણી કુકરમુંડામાં વાર્ષિક ઉજવણી છે જેમાં જસવંત ચોકના રામ મંદિરમાં હનુમંતની મૂર્તિ પ્રદર્શિત કરવામાં આવે છે.

વલસાડ: જિલ્લા શિક્ષણ સમિતિ,સંચાલિત ધરમપુર તાલુકાના બીલપુડી બેઝ ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષક અશોકભાઈ મોહનભાઈ દેસાઈનો સેવા નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો.

વલસાડ: જિલ્લા શિક્ષણ સમિતિ,સંચાલિત ધરમપુર તાલુકાના બીલપુડી બેઝ ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષક અશોકભાઈ મોહનભાઈ દેસાઈનો સેવા નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો. જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પાંચયત, વલસાડ દ્વારા સંચાલિત ધરમપુર તાલુકાના બીલપુડી ખાતે બેઝ ફળીયા પ્રાથમિક શાળામાં ૩૫ વર્ષ... Posted by Mla Arvind Patel on  Saturday, June 15, 2024

સુરત (ઝંખવાવ) : માંગરોળના ઓગણીસા ગામના યુવકે આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું.

     સુરત (ઝંખવાવ) : માંગરોળના ઓગણીસા ગામના યુવકે આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું. માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના યુવક નિર્મલભાઈ અજીતભાઈ વસાવાએ આદિવાસી સમાજનુ ગૌરવ વધાર્યું હતું.  સુરત જિલ્લાના અંતરીયાળ વિસ્તારના યુવકે ખેલ મહાકુંભ ૨.૦ અંતગર્ત રાજ્યકક્ષાની ઓપન એ ગ્રુપમાં ભાઇઓની બોક્સીંગ રમતની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરીને પરીવાર, ગામ, સમાજનુ ગૌરવ વધાર્યું હતુ. શ્રી અટલબિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજય કોલેજના વિદ્યાર્થી અને માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના વતની એવા નિર્મલ ભાઈ અજીતભાઈ વસાવાએ હાલમાં અમદાવાદ,નિકોલ ખાતે ચાલી રહેલ ખેલ મહાકુંભ ૨.૦ અંતગર્ત રાજ્યકક્ષાની ઓપન એ ગ્રુપમાં ભાઈઓની બોક્સીંગ રમતની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરીને વાંકલ કોલેજ અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે આ પ્રસંગે વાંકલ કોલેજના આચાર્ય ચૌધરી દિપકભાઈ તથા કોચ પ્રો. વિજયભાઇ દવે તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમા રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરી ઉચ્ચ સ્થાન મેળવવા શુભેચ્છાઓ પાઠવી હતી.