Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી. અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયોજન કર...
Gandhinagar latest news : ગાંધીનગર જિલ્લામાં ૨૬૨ ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની રચના કરી તેમના નેતૃત્વ ગુણને નિખારવાનો સફળ પ્રયાસ
Gandhinagar latest news : ગાંધીનગર જિલ્લામાં ૨૬૨ ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની રચના કરી તેમના નેતૃત્વ ગુણને નિખારવાનો સફળ પ્રયાસ 'મહિલા નેતૃત્વ દિવસ' ઉજવણી વિશેષ લેખ શ્રેણી:- કડજોદરા ગામની બાલિકા સરપંચ દિયા મહિલા આઇ.પી.એસ બનવા માંગે છે : 'ઘણા બધાને મારું આ સ્વપ્ન ફક્ત એક કાલ્પનિક વિચાર જ લાગે છે પરંતુ હું ભવિષ્યમાં ચોક્કસ તેને સાકાર કરીશ.'- દિયા ત્રિવેદી ગાંધીનગર,શનિવાર ‘નારી વંદન ઉત્સવ’ના ચોથા દિવસે 'મહિલા નેતૃત્વ દિવસ'ની ઉજવણી અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં નેતૃત્વ કરતી મહિલાઓને સન્માનિત કરવાનો અવસર. આ અવસરે આપણા ઇતિહાસ પર નજર દોડાવીએ તો ભૂતકાળ નારી નેતૃત્વ અને શૌર્યથી ભરેલી અનેક ગાથાઓ થકી સમૃધ્ધ જોવા મળે છે. જે એ વાતની સાક્ષી છે કે નારીમાં નેતૃત્વના ગુણ હંમેશા રહેલા છે. જરૂર છે માત્ર એક અવસરની. આજ વાતને અનુલક્ષીને નેતૃત્વના ગુણને બાળપણથી જ વિકસાવવા ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકા પૈકી દહેગામ તાલુકાના ૯૩ માંથી ૮૮ ગામોમાં, કલોલના ૫૫ ગામમાં, ગાંધીનગર તાલુકાના ૬૦ માંથી ૫૮ ગામ તથા માણસા તાલુકાના ૮૧ માંથી ૬૧ ગામ મળી કુલ ૨૬૨ ગ્રામ પંચાયતોમાં મહિલા અને બાળ વિકાસ વિભા...